રિષભ પંત અચાનક જ વન ડે શ્રેણીની બહાર

નવી દિલ્હી, તા.4: વિકેટકીપર રિષભ પંતને બાંગલાદેશ વિરુદ્ધની ત્રણ મેચની વન ડે શ્રેણીમાંથી અચાનક જ બહાર કરી દેવામાં આવ્યો છે. તેને શ્રેણીમાંથી શું કામ બહાર કરાયો તેનું ચોક્કસ કારણ બીસીસીઆઇએ બતાવ્યું નથી. પહેલા વન ડે પૂર્વે જબોર્ડ તરફથી એક ટ્વિટ આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે મેડિકલ ટીમની સલાહ અનુસાર પંતને ટીમમાંથી રીલિઝ કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનાં સ્થાને અન્ય કોઈ ખેલાડીનો સમાવેશ કરાયો નથી.  પંતને તેના ખરાબ દેખાવને લીધે પડતો મુકાયો છે કે ઇજાને લીધે તેનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. બીસીસીઆઈએ એમ પણ કહ્યંy છે કે 14 ડિસેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ શ્રેણી પહેલા પંત ફરી ટીમ સાથે જોડાઈ જશે. પંતની ગેરહાજરીમાં બાંગલાદેશ સામેના પહેલા મેચમાં કેએલ રાહુલે વિકેટકીપરની જવાબદારી સંભાળી હતી. આજના મેચમાં 26 વર્ષીય ઝડપી બોલર કુલદીપ સેનને ટીમ ઇન્ડિયામાં પહેલીવાર તક મળી હતી.

© 2023 Saurashtra Trust