પાંચમી હોકી મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો પ-4થી રોમાંચક વિજય

એડિલેડ, તા. 4 : પાંચમી અને અંતિમ હોકી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રસાકસી બાદ ભારતીય ટીમ સામે પ-4 ગોલથી રોમાંચક જીત મેળવીને શ્રેણી 4-1થી પોતાનાં નામે કરી હતી. આજે રમાયેલી પાંચમી મેચમાં ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંહે 24મી અને 60મી મિનિટે ગોલ કર્યા હતા, જ્યારે અમિત રોહિદાસે 34મી અને સુખજીત સિંઘે પપમી મિનિટે ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટોમ વિકહેમે બીજી અને 17મી મિનિટે, એરેન વેલવસ્કીએ 30મી અને જેકબ એન્ડરસને 40મી મિનિટે ગોલ કર્યા હતા. એક સમયે ભારતીય ટીમ 2-પ ગોલથી પાછળ હતી. આખરી પાંચ મિનિટમાં ભારતે બે ગોલ કરીને હારનું અંતર ઓછું કર્યું હતું. પહેલી મેચમાં ભારતને 4-પ, બીજી મેચમાં 4-7થી હાર મળી હતી. ત્રીજી મેચમાં 4-3 ગોલથી જીત નોંધાવી હતી, જ્યારે ચોથી મેચમાં 1-પથી હાર સહન કરી હતી. હવે આજે આખરી મેચમાં 4-પ ગોલથી હાર મળી છે. આથી ઓસ્ટ્રેલિયાનો 4-1થી શ્રેણી વિજય થયો છે.

© 2023 Saurashtra Trust