ગુજરાત હાઈકોર્ટ આયોજિત સેમિનારમાં માતૃછાયાની દીકરીઓએ ભાગ લીધો

ગુજરાત હાઈકોર્ટ આયોજિત સેમિનારમાં માતૃછાયાની દીકરીઓએ ભાગ લીધો
ભુજ, તા. 4 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે `િનર્ભયા બ્રિગેડ દ્વારા પોક્સો પર સેમિનાર'નું આયોજન ન્યાયાધીશ સોનિયા ગોકાણીના નેતૃત્વ હેઠળ કરાયું હતું. જેમાં માતૃછાયા કન્યા વિદ્યાલયની ચાર દીકરીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો. જિલ્લાની નિર્ભયા ટીમ પાંચ કન્યા અને પાંચ કુમાર એમ કુલ દસ વિદ્યાર્થીઓની બનેલી છે, જેમાં પાંચમાંથી ચાર વિદ્યાર્થિની માતૃછાયાની છે.  આ તાલીમમાં ભુજ ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ આર.બી. સોલંકી અને શ્રી ચૌધરી સાથે રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર સમગ્ર ગુજરાતના 300 વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ હેઠળ 18 વર્ષથી નીચેની વયના બાળકો સાથે થતી જાતીય સતામણી, છેડતીના ગુના અને રક્ષણ અંગે જાગૃતિ સાથે કાયદાની સમજણ પૂરી પાડવામાં આવી હતી. ન્યાયતંત્ર દ્વારા કાર્યરત 1098 હેલ્પલાઈન નંબર વિશે નાટિકાના માધ્યમથી સમજણ આપવામાં આવી. કચ્છ જિલ્લામાંથી પસંદ થયેલ દસ વિદ્યાર્થીઓએ નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના અન્ય બાળકો માટે જિલ્લા ન્યાયાલયના માર્ગદર્શન હેઠળ ટીમના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે. ટીમ સાથે શાળાના શિક્ષિકા બીનાબહેન માનસતા હાજર રહ્યા હતા. શાળાના આચાર્યા સુહાસબેન તન્ના ગોસ્વામીએ પ્રેરણા પૂરી પાડી હતી. તો ટ્રસ્ટી મધુભાઈ સંઘવી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2023 Saurashtra Trust