દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવો સમાજની નૈતિક ફરજ

દિવ્યાંગોનો આત્મવિશ્વાસ  વધારવો સમાજની નૈતિક ફરજ
ભુજ, તા. 4 : નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ ડિસ્ટ્રીક્ટ બ્રાંચ ભુજ દ્વારા દિવ્યાંગ દિવસ ઉજવણીના ભાગરૂપે કચ્છમાં વસતા 20 જરૂરતમંદ પ્રજ્ઞાચક્ષુને સ્વેટરનું વિતરણ કરાયું હતું. દિવ્યાંગ હોવું એ કમજોરી નથી, દેશ અને દુનિયામાં દિવ્યાંગ વ્યક્તિઓએ આવડત દ્વારા પોતાની એક ઓળખ બનાવી છે. એક સ્વસ્થ નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે કે આપણે એમને સાચવીએ અને તેમના આત્મવિશ્વાસને વધારીએ એવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થા વતી પ્રમુખ અભય શાહ, મંત્રી મનોજ જોષી, સહમંત્રી શંકરભાઇ દામા અને કારોબારી સભ્યોમાં દેવાંગભાઇ ડી. ગઢવી, શંકરભાઇ મારૂ, દિલીપભાઇ દેવલિયા, દેવાંગભાઇ એ. ગઢવી, સંસ્થાના વિ. શિક્ષક હેતલબેન ભટ્ટ, ડો. વિનયભાઇ દવે પ્રાકૃતિક ચિકિત્સક, દિલીપભાઇ ઠક્કર, કપિલભાઇ વોરા તેમજ સંસ્થાના ક્લાર્ક સિંઘાનિયા જૈમીન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2023 Saurashtra Trust