ભુજમાં મોબાઇલ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 4 : શહેરના જેષ્ઠાનગરમાં ઘરબેઠે મોબાઇલ પર સટ્ટાનો જુગાર રમી-રમાડતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે જેષ્ઠાનગરમાં રહેતા આરોપી રવિભાઇ વેલજીભાઇ સોતા (ઠક્કર)ના ઘર ઉપર પોલીસે દરોડો પાડી આરોપી રવિનો મોબાઇલ તપાસતા એપ્લિકેશનમાં તેનાં યુઝરનેમ અને પાસવર્ડ નાખતા અને આઇડીની બેલેન્સ તપાસતા રૂા. 10,000 હતા. આ એપ્લિકેશનના આધારે રવિ સટ્ટાનો જુગાર રમી-રમાડતો હોવાથી એક મોબાઇલ કિ. રૂા. 3,000ના મુદ્માલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2023 Saurashtra Trust