આ ચૂંટણી 25 વર્ષ પછીના ગુજરાતનો નિર્ણય કરશે

અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજય સંકલ્પ સંમેલન અતર્ગત બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠાના મોડાસા, ગાંધીનગરના દહેગામ અને અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે  જંગી સભાઓ સંબોધી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જે તે જિલ્લાના ઉમેદવારે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ દેશમાટે અમૃતકાળ સમાન છે અને અમૃતકાળની અંદર આ પહેલી ચૂંટણી છે આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તેનો નિર્ણય કરશે. આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાંય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી છે. પાલનપુર ખાતે વડાપ્રધાન મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મારી વાત પાંચ પ પર ખાસ મુદ્દા કહેવા માંગુ છું જેમાં  પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણ  અંગે મહત્વની વાત અંગે કહ્યુ કે દુનિયામાં પર્યટન ઉદ્યોગ ખૂબ તેજ ગતીથી ફલતો ફુલતો ઉદ્યોગ છે. દુનિયા એટલી નાની થઇ ગઇ છે કે લોકો એક છેડેથી બીજા છેડે જવા આતુર છે આ તો કોરોના આવ્યો એટલે બધુ અટકી ગયું. બનાસકાંઠાના રણને આપણે તોરણ બનાવી દીધું ત્યા વિકાસની બહુ સંભાવના છે. વડાપ્રધાને કહ્યું કે, ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. પેટ્રોલ ડિઝલથી ચાલતી કારો ગ્રીન હાઇડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. પશુપાલનમાં ઘણા કામ કરી રહ્યા છીએ જેમાં પહેલા દૂધના પૈસા મળતા હવે પશુઓના છાણ-મુત્રમાંથી આવક થાય તે માટે બાયોગેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો, પશુપાલકોની આવક વધે તે દિશામાં કામ થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા ખાતે જાહેર સભાના સંબોધતા કોંગ્રેસને આડે હાથે લઇને જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતને હંમેશા પછાત જ રાખ્યું છે. કોંગ્રેસનું કામ ભ્રષ્ટાચાર કરવાનું અને એકબીજાના ટાંટિયા ખેંચવાનું છે. 20 વર્ષ પહેલા રસ્તાઓના ઠેકાણા ન હતા આજે ગામો ગામ રસ્તાઓ બનાવ્યા છે, 20 વર્ષ પહેલા શૌચાલયની વ્યવસ્થાઓ ન હતી આજે ગુજરાતના ગામે ગામ શૌચાલય બનાવવાનું કામ કર્યું. દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, હવે એ દિવસ દુર નહી હોય કે ગાંધીનગર અને દેહગામ ટ્વીન સીટી હશે, ગાંધીનગર અને કલોલ ટ્વીન સિટી હશે અને દહેગામ, કલોલ અને ગાંધીનગર આખા ગુજરાતની આર્થિક ગતી વિધીને મજબૂત કરનારું મોટું કેન્દ્ર બનશે. દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભુપેન્દ્ર હોય ત્યારે ડબલ એન્જિન લાગ્યા હોય ત્યારે ગુજરાત વિકાસમાં આગળ જ આવે. વધુમાં વડાપ્રધાને ગિફ્ટ સીટીના મહત્વ વિશે જણાવ્યું હતું કે, ગીફટ સીટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગીફટ સિટીમાં અંદાજે 2 લાખ લોકો કામ કરતા હશે તે બધા રહેવા કલોલ આવે કે દેહગામ આવશે. ગાંધીનગર આજે શિક્ષણનું મોટુ ધામ બન્યું છે, એમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં હાયર સેકેન્ડરીની 80 જેટલી શાળા હતી આજે 300 છે, 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં એન્જિનીયારિંગ ડિગ્રીની 7 હજારથી વધુ બેઠકો છે. 20 વર્ષ પહેલા એન્જિનીયારિંગ અને ડિપ્લોમાની સીટો 200 આસપાસ હતી આજે 5 હજારે પહોંચી છે. આજે ગાંધીનગરમાં દુનિયાની એક મોટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. આજે દુનિયાની એક માત્ર ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે.ગુજરાતની નેશનલ લો યુનિવર્સિટી આજે ગાંધીનગરમાં છે. બાવળા ખાતે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું બાવળા આવ્યો હોઉ અને લીલાબાના દર્શન ન થાય તે મારા જીવનની પહેલી ઘટના હશે. તેમણે છેલ્લા 40 વર્ષથી સમાજ માટે તપસ્યા કરી અને જીવ્યા ત્યાં સુધી કરતા રહ્યા.

© 2022 Saurashtra Trust