પુલવામા હુમલાનો કારસો ઘડનાર અસીમ પાક સેનાનો નવો વડો

ઇસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના વડા રહી ચૂકેલા લેફટનન્ટ જનરલ અસીમ મુનીર પાક સૈન્યના નવા અધ્યક્ષ બન્યા છે. દરમ્યાન 29મી નવેમ્બરના નિવૃત્ત થઇ રહેલા વર્તમાન પાક સૈન્યવડા જનરલ કમર જાવેદ બાજવાએ એક ધ્યાન ખેંચનારાં નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકની રાજનીતિમાં સેના 70 વર્ષ સુધી દખલગીરી કરતી હતી, પરંતુ એ નહીં કરે. ખાસ જાણવા જેવ હકીકત એ છે કે, 14મી ફેબ્રુઆરી, 2019ના દિવસે ભારતમાં પુલવામા આતંકવાદી હુમલામાં અસીમ મુનીરનું જ ષડયંત્ર હતું. તેઓ આઈએસઆઈના વડા હતા. પૂર્વ પાક વડાપ્રધાનને આસપાસ મોજૂદ ભ્રષ્ટાચાર અંગે કહ્યા બાદ અસીમ મુનીરને પદ પરથી હટાવી દેવાયો હતો.

© 2022 Saurashtra Trust