પટેલ ચોવીસીના ચાર ગામમાં ભાજપની મોટી રેલી યોજાઇ

પટેલ ચોવીસીના ચાર ગામમાં ભાજપની મોટી રેલી યોજાઇ
અંજાર-કેરા, તા. 24 : અંજાર બેઠક હેઠળ આવતા કેરા કુંદનપર, બળદિયા, સૂરજપર ગામોમાં રેલી, સભા સાથે ભાજપના કાર્યાલય ખુલ્લા મુકાયા હતા. એક સમય પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ જ્યાંથી પ્રચારનો પ્રારંભ કરતા તે કેરા ગામે બુધવારે સાંજે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં વરિષ્ઠ ભાજપી નવીનભાઈ પાંચાણીની અનુભવી આગેવાની હેઠળ પ્રચારકાર્ય આરંભાયું હતું. આજુબાજુના સરપંચો, તાલુકા સદસ્યો, ભાજપના ભીમજી જોધાણી, નવીન પાંચાણી, કેરા કુંદનપર સરપંચ મદાનગિરિ ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજાસિંહ જાડેજા, પીઢ આગેવાન રવજીભાઈ કેરાઈ, સહદેવાસિંહ જાડેજા, પૂર્વ જિ.પં. સદસ્યા તુલસાબેન વાઘજિયાણી, જગદીશભાઈ હાલાઇ, હરીશ ભંડેરી, જીવાભાઈ આહીર સહિત ગામના અનેક અગ્રણીઓએ સાલસ વ્યક્તિ ત્રિકમભાઈ છાંગાને જીતાડવા અપીલ કરી હતી. બળદિયામાં ખેડૂતોએ રજૂઆત કરી હતી. રાત્રે કુંદનપર ગામમાં રવજીભાઈ કેરાઈની આગેવાનીમાં સભા યોજાઇ હતી. ચારેય ગામોમાં રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમ્યાન અંજાર વિસ્તારમાં ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારની યોજનાઓનો કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકોને આ યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. `ભાજપને મત એટલે વિકાસને મત' એ સૂત્રને ધ્યાને લઈને લોકોનું જન સમર્થન મળી રહ્યું છે, તે બદલ હું સર્વેનો આભારી છું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહીરે જણાવ્યું કે, દેશમાં તથા ગુજરાતમાં છાશવારે થતા આતંકવાદી હુમલાઓ જ્યારથી વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી સંપૂર્ણ બંધ થઈ ગયા છે. મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર લોક ઉપયોગી કાર્યોના પાટા ઉપર સડસડાટ દોડી રહી છે. ત્યારે ત્રિકમભાઈ છાંગાને પણ ખોબે ખોબા મત આપી વિજય બનાવવા જોઈએ. ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણીએ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નવીનભાઈ પાંચાણી, જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ નિયતિબેન પોકારે જીતાડવા અપીલ કરી હતી. લેર ,વડવા, હરૂડી, હાજાપર, મોટા અને નાના રેહા, જદુરા, વડજર ,ભારાપર, સુરજપર, બળદિયા, ઝુમખા, કેરા, કુંદનપર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ ઝુંબેશમાં દેવજીભાઈ વરચંદ, મંજુલાબેન ભંડેરી, જીવાભાઇ આહીર, જયનેશભાઈ વરુ, હરિભાઈ જાટિયા, વાઘજીભાઈ માતા, પ્રવીણભાઈ પિંડોરિયા, કંકુબેન ચાવડા, દિનેશભાઈ હાલાઇ, વસંતભાઈ પટેલ, મદશાભાઈ શેખ, રવજીભાઈ કેરાઈ, વિજયાસિંહજી જાડેજા, પ્રવીણભાઈ આહીર, ગામના સરપંચ આગેવાનો અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંજાર શહેર યુવા ભાજપે શહેરના 1થી 9 વોર્ડમાં યુવા મિલન યોજ્યા હતા. 200 જેટલા યુવાનો, દરેક વોર્ડમાંથી મતદાનના દિવસ માટે સજ્જ થયા હતા. માર્ગદર્શન માટે કેન્દ્ર સરકારના સિનિયર મંત્રી કૃષ્ણપાલજી ગુર્જર, ઉમેદવાર ત્રિકમભાઇ છાંગા, વાસણભાઇ, ભરતભાઇ શાહ, જિલ્લા મંત્રી વસંતભાઇ કોડરાણી, ડેનીભાઇ શાહ, યુવા ભાજપ પ્રમુખ જીગરદાન ગઢવી, મહામંત્રી આશિષગિરિ ગોસ્વામી વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2022 Saurashtra Trust