કાલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગાંધીધામ અને રાપરમાં જાહેરસભા સંબોધન કરશે

કાલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગાંધીધામ અને રાપરમાં જાહેરસભા સંબોધન કરશે
ભુજ, તા. 24 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર માહોલ પરાકાષ્ઠાએ પહેંચી રહ્યો છે તેવા સમયે પ્રચાર-પ્રસાર અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આગામી શનિવાર તા. 26મી નવેમ્બરના કચ્છના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ચૂંટણી સભા સંબોધવા સહિતની કાર્યવાહી હાથ ધરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ગેહલોત શનિવારે સવારે 10.30 વાગ્યે પહોંચીને જાહેરસભાને સંબોધશે. બાદમાં રાપર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. બન્ને જાહેરસભા બાદ તેઓ પરત જવા રવાના થશે. આ મુલાકાતના આયોજન વ્યવસ્થા માટે પક્ષની વિવિધ ટુકડીઓ કાર્યરત કરાઇ છે તેવું પક્ષના જિલ્લા પ્રવકતા ઘનશ્યામાસિંહ ભાટી, ગનીભાઇ કુંભાર અને દીપક ડાંગરે યાદીમાં જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust