વેપારીઓની સમસ્યા ઉકેલવા તેમની સાથે રહીશ

વેપારીઓની સમસ્યા ઉકેલવા તેમની સાથે રહીશ
ભુજ, તા. 24 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભુજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયાને ચોતરફ જનસમર્થન મળી રહ્યું છે. આજે અરજણભાઈએ ગીતા માર્કેટ, જથ્થાબંધ બજાર, માર્કેટ વિસ્તાર, એપીએમસી માર્કેટયાર્ડ વગેરે વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ વેપારી સાથેની મુલાકાત દરમ્યાન અરજણભાઈએ જણાવ્યું હતું કે, વેપારીઓને કનડગત કરતી તમામ સમસ્યાઓથી હું વાકેફ છું. આવનારા સમયમાં આપની સમસ્યાને સરકાર સુધી પહોંચાડીને તેનો ઉકેલ લાવવા માટે હું આપની પડખે ઊભો રહીશ તેવો વિશ્વાસ અપાવું છું. બીજી તરફ વેપારીઓ દ્વારા પણ અરજણભાઈને ઉમળકાભેર આવકાર સાંપડયો હતો. આ માર્કેટયાર્ડ મુલાકાત સમયે વેપારી અગ્રણી ચેતન શાહ, પ્રકાશ શાહ, જેન્તીલાલ પારેખ, રફીક મારા, કિશોરદાન ગઢવી, જુમાભાઈ નોડે, કાસમ સમા, હાસમ સમા, મહેબુબ પંખેરિયા, ફકીરમામદ કુંભાર, ગની કુંભાર, રૂષી જાડેજા, પુષ્પાબેન સોલંકી, આયશુબેન, રસીકબા જાડેજા, મુસ્તાક હિંગોરજા, રજાક ચાકી, અશ્વિન જોષી, બલરાજ જોષી, મીત જોષી, અમિત ગોર, અમીષ મહેતા, અકીલ મેમણ, કપીલ ગોર, માનસી શાહ વગેરે આગેવાનો જોડાયા હતા. બપોર બાદ પટેલ ચોવીસીના ગામો કુરબઈ, દેશલપર, નાગિયારી, વાડાસર, સામત્રા, ભારાસર, માનકૂવા વગેરે ગામોનો પ્રવાસ ખેડયો હતો. આ પ્રવાસમાં શ્રી ભુડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર કેટલીક સમસ્યાઓથી ઘેરાયેલો છે, પરંતુ સત્તાપક્ષે કયારેય દરકાર કરી નથી ત્યારે હું આપને વિશ્વાસ અપાવું છું કે, મારા કાર્યકાળમાં હું સતત આપની પડખે ઊભો રહીશ. આ પ્રવાસમાં ભુજ વિધાનસભાના ઈન્ચાર્જ જુમા નોડે, જયેશ સોની, રમેશ આહીર, દિલીપ મહેશ્વરી, દાના બડગા, ધર્મેન્દ્ર ગોહીલ, પ્રાણ નામોરી, સંજય કેનિયા, નાનજી વણકર, વાલજી મહેશ્વરી વગેરે પોતાના ઉદ્બોધનમાં કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી અરજણભાઈને વિજય બનાવવા અપીલ કરી હતી. તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી અને ગની કુંભારે યાદીમાં જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust