તમામ સમાજનો વિકાસ ભાજપે કર્યો

તમામ સમાજનો વિકાસ ભાજપે કર્યો
માંડવી, તા. 24 : વિધાનસભાના ભાજપના ઉમેદવાર અનિરૂદ્ધભાઈ દવેના સમર્થનમાં ગઢસીસા ખાતે જનસભાનું આયોજન ઉત્તરપ્રદેશના મંત્રી સ્વતંત્રદેવાસિંહની ઉપસ્થિતિમાં કરાયું હતું. ઉમેદવાર અનિરૂદ્ધભાઈ દવેએ સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે આગળ ચાલતી ભાજપ સરકારમાં નાનાથી નાના કાર્યકરને તેની ક્ષમતા મુજબ પક્ષ જવાબદારીઓ આપતો હોય છે અને જનસેવા કરવાનો અવસર તેમને સાંપડયો છે, ત્યારે રાષ્ટ્રહિત માટે અને ગામના સર્વાંગી વિકાસ માટે ભાજપને ખોબે ખોબા મત આપી વિજય બનાવવા તેમણે અપીલ કરી હતી. સ્વતંત્રદેવાસિંહએ ભાજપના શાસનમાં તમામ સમાજનો વિકાસ થયો છે અને સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાજપ સરકાર પૂરો પાડી રહી છે, ત્યારે ઉપસ્થિત ખેડૂતોના જન સમુદાયને તેમણે સરદાર પટેલની& સ્મૃતિમાં ભાજપ સરકાર દ્વારા થયેલા વિવિધ કાર્યોની ઝાંખી આપી હતી. સભામાં ગણપતાસિંહ રાઠોડ, મહેન્દ્રભાઈ ગઢવી, અમુલભાઈ દેઢિયા, કેશવજી રોસિયાએ પોતાના વક્તવ્યમાં કિસાનો, પછાત વર્ગની ચિંતા કરતી ભાજપ સરકારને મત આપવા અપીલ કરી હતી. સભામાં બટુકાસિંહ જાડેજા, નિલેશભાઈ મહેશ્વરી, અરજણ રબારી, હરેશભાઇ રંગાણી, વલ્લભજી છાભૈયા, વિરમ ગઢવી, સુનીલભાઈ ચોથાણી, હીરાભાઈ રબારી, રાજેન્દ્ર ગોસ્વામી, ઝવેરબેન ચાવડા, ચંદુભાઈ વાડિયા, પરસોતમ સેંગાણી, બળવંતાસિંહ જાડેજા, કેશુભાઈ પારસિયા, અમૃતભાઈ પટેલ, વાડીલાલ દોશી, ભાઇલાલ છાભૈયા, સોહિત દેઢિયા, દેવાંગ ગઢવી, અમૃત રામાણી, વિક્રમાસિંહ જાડેજા, ખીમરાજ ગઢવી, પ્રદ્યુમનાસિંહ જાડેજા, જગદીશ મહેશ્વરી, ગોપાલ ગઢવી, યાકુબ માંજોઠી, નિખિલ હરિયા વગેરે આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને આભારવિધિ સામતભાઇ ગઢવીએ કરી હતી. અનિરૂદ્ધભાઈ દવેએ માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામે વિવિધ સમાજના આગેવાનો સાથે લોકસંપર્ક કરી વિકાસ સાથેની ચર્ચાઓ કરી હતી. જ્યારે ગોણિયાસર ગામે આશાપુરા માનાં દર્શન તેમણે કર્યા હતા અને ગામના આગેવાનોના હસ્તે બહુમાન કરાયું હતું. ગોણિયાસર તેમજ નાના આસંબિયા ગામે ગામના મુરબ્બી વડીલો અને ગ્રામજનો સાથે તેમણે બેઠક કરી હતી. કોજાચોરા ખાતે સંગાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર અને આગેવાનોએ અનિરૂદ્ધભાઈ દવેનું બહુમાન કર્યું હતું. વાંઢ ખાતે શિવજીભાઈ સંઘાર, રોહિત સંગાર, પ્રદ્યુમનાસિંહ જાડેજા, રાજેન્દ્ર ગોસ્વામી, લક્ષ્મીચંદ સંઘાર, હરીભાઈ ગઢવી, વિનોદ જબુવાણી, અનિલભાઈ ગઢવી, હીરાભાઈ રબારી, હરિઓમ અબોટી વગેરે આગેવાનો લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા. મોમાયમોરા અને દરસડી ખાતે આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમૃતભાઈ પટેલે વિકાસની તરફેણમાં શિક્ષિતને વિજય બનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી. રાજપર ગામે માટિંગમાં પણ અનિરૂદ્ધભાઈ દવે અને ભાજપની તરફેણમાં મતદાનની હાકલ કરાઇ હતી. ભેરૈયા ગામે પાટીદાર સમાજના અગ્રણી કેશુભાઈ પારસિયાએ અનિરૂદ્ધભાઈ દવેનું સન્માન કર્યું હતું.

© 2022 Saurashtra Trust