માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વારા મતદાર જાગૃતિ અભિયાન
ભુજ, તા. 24 : હાલમાં વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ છે ત્યારે માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ પણ મતદારોને જાગૃત કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં હોશભેર જોડાઇ હતી. મતદાન જાગૃતિ અભિયાનની પ્રવૃત્તિઓ અંતર્ગત શાળામાં વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા અને તે સંદર્ભે સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રંગોળી, મહેંદી, ચિત્ર, નિબંધ, વક્તૃત્વ અને ચુનાવ કી પાઠશાળા, રોલ પ્લે, સ્વરચિત ગીતો જેવી પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિ માટે મતના આકારમાં વિદ્યાર્થીઓ ગોઠવાયેલ તેનું ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું તે પ્રસંગે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમાર, શ્રી વાઘેલા ઉપસ્થિત રહીને સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા. આ તમામ પ્રવૃત્તિ મતદાન જાગૃતિ અભિયાનના કન્વીનર ભાવિની ત્રિપાઠીના નેજા હેઠળ કરવામાં આવી હતી જેમાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા. આવી વિદ્યાર્થી વ્યક્તિત્ત્વ ઘડતરની પ્રવૃત્તિ માટે શાળાના આચાર્યા સુહાસબેન તન્ના ગોસ્વામીએ પ્રેરણા આપી હતી અને ટ્રસ્ટી મધુભાઇ સંઘવી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2022 Saurashtra Trust