ભચાઉના તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારને જીતાડવા કરાઇ અપીલ

ભચાઉના તમામ વોર્ડમાં ભાજપના  ઉમેદવારને જીતાડવા કરાઇ અપીલ
ગાંધીધામ, તા. 24 : વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ ભચાઉના 1થી 7 વોર્ડમાં તથા જુદા જુદા સમાજ સાથે બેઠક યોજી સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામો, જુદી જુદી સુવિધાઓ અંગે વાત કરી ફરીથી આશીર્વાદ આપવા જણાવાયું હતું. ભચાઉના વોર્ડ નં. 1, 2, 3, 4, 5, 6 અને 7 તથા કારિયા સમાજ, ગોસ્વામી સમાજ, વાળંદ સમાજ, રામદેવ પીર મંદિર વગેરે વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ વેળાએ માલતીબેન મહેશ્વરીએ મા-કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજનાઓ અંગે વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને બીજી વખત તક આપી છે ત્યારે પોતે સૌના આશીર્વાદ લેવા આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વિકાસની ગાથા વણથંભી રહેશે તેવું કહી તમામ સમાજો જંગી લીડથી જીત અપાવજો તેવો અનુરોધ કર્યો હતો. બાદમાં આદિપુર લોહાણા સમાજના અગ્રણી અશોકભાઇ ઠક્કરના ઘરે બેઠક યોજાઇ હતી. લોહાણા સમાજના લોકોએ નોકરી, ધંધા, રોજગારમાંથી સમય કાઢી ભારે મતદાન કરી ભવ્ય લીડથી વિજયી કરાવવાની ખાતરી આપી હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેમની સાથે ભચાઉ શહેર પ્રમુખ ઉમિયાશંકર જોશી, પાલિકા પ્રમુખ કલાવંતીબેન જોશી તથા જનકસિંહ જાડેજા, ભરતસિંહ, દમુબેન પ્રજાપતિ, અક્ષયસિંહ ઝાલા, કાન્તાબેન પ્રજાપતિ, સુરેખાબેન, નરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ રબારી, વિકાસ રાજગોર, વિશાલ જોશી, સાગર પ્રજાપતિ, અરવિંદ દેસાઇ, ગાંધીધામ શહેર પ્રમુખ પંકજ ઠક્કર, ધવલભાઇ આચાર્ય, મોમાયાભા ગઢવી, પુનિત ઠક્કર, મનીષ ઠક્કર, રમેશભાઇ, ડો. ભાવેશ આચાર્ય, અશોકભાઇ ઠક્કર તથા જુદા જુદા સમાજના અગ્રણીઓ, મહિલાઓ હાજર રહ્યા હતા.

© 2022 Saurashtra Trust