એ.એમ. ડબલ્યુ. કંપનીમાં ઓગસ્ટમાં ચોરીના પ્રયાસ વેળાએ પોલીસ ત્રાટકી : છ વિરુદ્ધ ગુનો

ભુજ, તા. 24 : ગત તા. 13-8ના ભુજ-ભચાઉના ધોરીમાર્ગ પર કનૈયાબે પાસેની એ.એમ.ડબલ્યુ. કંપનીની તૂટેલી દીવાલમાંથી પ્રવેશી ચાર ઇસમો ચાર ટાવરના લોખંડના એંગલ કાપી ચોરી કરતા હોવાની બાતમીના પગલે પદ્ધર પોલીસ ત્યાં પહોંચી જતા ચારથી પાંચ આરોપી પોતાની બે બાઇક મૂકી નાસી છૂટયા હતા. આ અંગે ચાર આરોપી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાઇ છે. જે-તે સમય ઘટના સ્થળેથી મોટર સાઇકલની માલિકીની પોલીસે તપાસ કરતા તે બાઇક કનૈયાબેના સબીર હુશેન પીરશા બાનાણીની હોવાનું ખુલતા પોલીસે તેને ઝડપી પૂછતાછ કરતા તેને ચોરીના પ્રયાસની કબૂલાત આપી તેની સાથે કાસમશા જલાલશા બાનાણી, ઇમામશા ઉર્ફે ડંકીડો આમદશા સાંધવાણી (શેખ), શબીર હુશેન કાસમશા સધવાણી શેખ, આમદશા બોદનશા ઉમરાણી શેખ (રહે. તમામ કનૈયાબે) તથા રજાક કુંભાર (રહે. અંજાર) હોવાનું જણાવી ટાવરના એંગલો જેની કિં. રૂા. એક લાખની ચોરી કરવાના હતા ત્યારે જ પોલીસને જોઇ નાસી છૂટયાનું કબૂલ્યું હતું. આ બાદ કંપનીમા ચોકી પહેરો કરતી સિકયોરિટી કંપનીને પત્રવ્યવહાર કરતા કંપનીના ચીફ ઓફિસરે આજે આ છએ આરોપીઓ વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે વિધિવત્ ફરિયાદ નોંધાવી છે.

© 2022 Saurashtra Trust