ડેથ ઓવર્સમાં બોલિંગ સુધારવાનો પડકાર

ઇન્દોર, તા. 3 : કાગળ પર ભલે ઔપચારિક મુકાબલો હોય, પણ ભારતીય બોલરોએ મંગળવારે અહીંના હોલકર સ્ટેડિયમમાં દ. આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની શૃંખલાની અંતિમ મેચમાં આકરી ચુનૌતીનો સામનો કરવો પડશે. દ. આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે પહેલીવાર ટી-20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ કેટલાક મહત્ત્વના ખેલાડીઓને આરામ આપવાની સ્થિતિમાં છે. આમ છતાં ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા રવાના થતાં પૂર્વે વધુ એક શાનદાર દેખાવ કરવા પ્રતિબદ્ધ છે. બીજી તરફ દ. આફ્રિકા શ્રેણી ગુમાવ્યા બાદ ત્રીજા મેચમાં પ્રોત્સાહક જીત માટે કોશિશ કરશે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust