નિર્ણાયક જંગમાં પાક સામે ઇંગ્લેન્ડની 67 રને જીત

લાહોર, તા. 3 : ઇંગ્લેન્ડે સાતમા અને નિર્ણાયક ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 67 રને જીત મેળવીને 17 સાલમાં પોતાના પાકિસ્તાનના પહેલા પ્રવાસનો અંત શ્રેણી વિજય સાથે કર્યો હતો. ટી-20 સિરીઝ 4-3થી ઇંગ્લેન્ડના નામે રહી હતી. ડેવિડ મલાનના 47 દડામાં અણનમ 78 રન અને હેરી બ્રુકના 29 દડામાં અણનમ 46 રનથી ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 209 રન કર્યાં હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમના 8 વિકેટે 142 રન જ થયા હતા. ટીમના બન્ને ઇનફોર્મ ઓપનર મોહમ્મદ રિઝવાન (1) અને કપ્તાન બાબર આઝમ (4) સસ્તામાં આઉટ થયા બાદ પાક. જીતની આજુબાજુ પણ પહોંચી શક્યું ન હતું.....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust