સૌરાષ્ટ્રનો યુવા બોલર ચેતન ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા જશે

રાજકોટ, તા.3: સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના યુવા અને પ્રતિભાશાળી ડાબોડી ઝડપી બોલર ચેતન સાકરિયા ટી-20 વિશ્વ કપની ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તેનો નેટ બોલર તરીકે સમાવેશ થયો છે. ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહને છોડીને ટીમ ઇન્ડિયા તા. 6 ઓકટોબરે ઓસ્ટ્રેલિયા રવાના થવાની છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો પર્થમાં કેમ્પ રાખવામાં આવ્યો છે. ટીમની સાથે સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ દીપક ચહર અને શ્રેયસ અય્યર એક સપ્તાહ બાદ પર્થ પહોંચશે. કારણ કે આ બન્નેનો દ. આફ્રિકા વિરૂધ્ધની વન ડે શ્રેણીની ટીમમાં સમાવેશ થયો છે. આ શ્રેણી 11મીએ સમાપ્ત થવાની છે....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust