રોહિતનો સ્વીકાર: પ-6 મેચથી ડેથ ઓવર્સમાં બોલિંગ ખરાબ

ગુવાહાટી, તા.3: ભારતીય કપ્તાન રોહિત શર્માએ સ્વીકાર્યું છે કે ટી-20 મુકાબલાઓમાં પરિણામ મોટાભાગે ડેથ ઓવર્સ દરમિયાન જ નીકળતું હોય છે. કેપ્ટન રોહિત ઇચ્છે છે કે તેના બોલરો આ વાત બરાબર સમજે. દ. આફ્રિકા સામેના બીજા મેચમાં ભારતે 3 વિકેટે 237 રન ખડક્યા હતા. આમ છતાં ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગને લીધે 16 રને માંડ માંડ જીત મળી હતી. આ દરમિયાન મિલરે ભારતના તમામ બોલરોની ધોલાઈ કરીને આતશી સદી ફટકારી હતી......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust