મહિલા એશિયાકપ : ભારતની વિજયકૂચ જારી, મલેશિયાને હરાવ્યું

સિલહટ, તા. 3 : ઓપનિંગ બેટર સબિનેની મેઘનાની પહેલી અર્ધસદીથી ભારતીય મહિલા ટીમે એશિયા કપના આજની વરસાદગ્રસ્ત મેચમાં મલેશિયા વિરુદ્ધ ડકવર્થ-લૂઇસ નિયમથી 30 રને જીત મેળવી હતી. સ્ટાર સ્મૃતિ મંધાનાની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલી એસ. મેઘનાએ પ3 દડામાં 69 રનની ઇનિંગ રમી હતી. આથી ભારતના 20 ઓવરમાં 4 વિકેટે 181 રન થયા હતા. જવાબમાં મલેશિયાની ટીમના પ.2 ઓવરમાં બે વિકેટે 16 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત અટકાવવી પડી હતી. બાદમાં રમત આગળ શક્ય બની ન હતી. આથી ભારતીય મહિલા ટીમ ડી/એલ નિયમથી 30 રને વિજેતા જાહેર થઈ હતી. આ વિજયથી ભારતીય ટીમ 4 પોઇન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ છે. આજની મેચમાં શેફાલી વર્માએ ફોર્મમાં વાપસી કરીને 46 રનની આક્રમક ઇનિંગ રમી હતી. મલેશિયા સામેની મેચમાં ભારતીય કપ્તાન હરમનપ્રિત અને સ્ટાર સ્મૃતિને વિશ્રામ અપાયો હતો....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust