એક વર્ષ પૂર્વે સેન્ટ્રિંગનો સામાન ભાડે આપ્યા બાદ 71.47 લાખની ઠગાઇ

ભુજ, તા. 3 : શહેરના સેન્ટ્રીંગના સરસામાન ભાડે આપતા વેપારી પાસેથી બલોલ (તા. મહેસાણા) અને નરોડા (અમદાવાદ)ના બે ભાગીદાર કોન્ટ્રાકટરોએ એકાદ વર્ષ પૂર્વે 71.43 લાખનો પાંચ ટ્રક ભરે સેન્ટ્રીંગનો સામાન ભાડે લીધા બાદ એક માસનું ભાડું આપ્યા બાદ ઠાગાઠૈયા કર્યા હતા. અને બાદમાં બારોબાર વેચી માર્યાનું જણાવી તે અંગે લખાણ કરાવી વળતરના ચેકસ આપ્યા હતા. પરંતુ આ ચેકસ પણ પરત ફરતા કોર્ટે નેગોસીયબલ એકટ તળે ફરિયાદ નોંધાવાઇ છે. ઉપરાંત આ અંગે અગાઉ પોલીસ વડાને અપાયેલી અરજી બાદ 71.43 લાખની ઠગાઇની આજે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઇ છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust