આત્મવિશ્વાસની પૂંજીને જીવનમાં સદાયે સાથે રાખજો

આત્મવિશ્વાસની પૂંજીને જીવનમાં સદાયે સાથે રાખજો
ભુજ, તા. 3 : અહીંની સંસ્કાર સ્કૂલ ભુજમાં એક વિશિષ્ટ સન્માન સમારંભ `યોર ઓનર'નું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સરીથી ધો. 12 સુધીના 1થી 5 ક્રમાંકે આવેલા, વિવિધ વિષયોમાં પ્રથમ આવી 100 ટકા હાજરી મેળવનારા તેમજ બેસ્ટ રીડર, રમત ગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં અવ્વલ સ્થાન મેળવનારા લગભગ 300 જેટલા વિદ્યાર્થીનું અનોખું સન્માન કરી તેમનાં આત્મવિશ્વાસમાં અદ્દભુત વધારો કરાયો હતો. સાથે સાથે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પણ એક અનેરી પ્રેરણા મળી હતી. આયોજનબદ્ધ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો જેમણે વિશેષ સિદ્ધિ હાંસિલ કરેલી છે, તેમને પણ સુંદર ભેટ-સોગાદો દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે સાથે શાળા સન્માન સમિતિમાં વરાયેલા તમામ વાલીઓને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ ખાસ ઉપસ્થિત રહી સૌને સન્માનિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસની પૂંજી સદાય સાથે રાખવાની શીખ આપી હતી, સાથે સાથે કચ્છમિત્ર ભવનની મુલાકાત લઈ અખબાર જગતને નજીકથી જાણવાનો લહાવો લેવા કહ્યું હતું. મહેન્દ્રભાઇ ચોથાણી (નિવૃત્ત શિક્ષક), હંસાબેન ઠક્કર(નિવૃત્ત શિક્ષિકા), અભયભાઈ શાહ (લાયન્સ હોસ્પિટલ), ભૌમિક વચ્છરાજાણી (રક્તદાન) તેમજ મિતેશભાઈ શાહ (સમાજ સેવકનું) અદકેરું સન્માન કરી સંસ્કાર સ્કૂલે એક નવો જ રાહ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજ માટે ચીંધ્યો હતો. સંસ્કાર ટ્રસ્ટના વિરેનભાઈ શાહ તેમજ ડો. દિનેશ તન્ના તથા સલાહકાર ગીતાબેને તમામને અભિનંદન પાઠવ્યા હતા.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust