કચ્છના યુવાનોને અગ્નિવીર બનવામાં રસ નથી

ભુજ, તા. 26 : કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેનાની વિવિધ પાંખમાં ભરતી માટે અગ્નિપથ નામની યોજના અમલી બનાવી છે. અગ્નિપથ યોજનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. જોકે સરહદી કચ્છ જિલ્લાના યુવાનોને અગ્નિવીર બનવામાં રસ ઓછો હોવાનું ચિત્ર ઉપસીને સામે આવી રહયું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા સીમા સુરક્ષા દળના સહયોગથી ભુજ અને ગાંધીધામ ખાતે આ યોજનામાં જોડાવવા ઈચ્છુક યુવાનો માટે તાલીમ કેમ્પ યોજવાનું નકકી કરાયું તેમાં ધારણા કરતા ઘણા ઓછા યુવાનોએ કેમ્પમાં જોડાવવા માટેની ઉત્સુકતા દેખાડી છે. સરકારે જારી કરેલી આ યોજનામાં સૈન્ય દળોમાં ભરતી થવા માટે અગાઉ અપાતા તમામ લાભો બંધ કરી દેવા સાથે માત્ર ચાર વર્ષ માટે જ સેનામાં ભરતી થવા માટેની તક મળતી હોવા સહિતના પરિબળો આ માટે કારણભુત હોવાનો મત જાણકારો રજુ કરી રહયા છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust