હરામીનાળાંમાંથી પાકિસ્તાની માછીમારી બોટ ઝડપાઇ

ભુજ, તા. 3 : કચ્છના સરહદી દરિયાઇ વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારી નૌકા તથા ઘૂસણખોરો છાશવારે ઝડપાતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે હરામીનાળામાં પાકિસ્તાની માછીમારોની બોટ મળી આવી છે. સુરક્ષા જવાનોને જોઇને પાકિસ્તાની ઘૂસણખોરો બોટ મૂકી સામે પાર નાસી ગયા હતા. જોકે, બોટમાંથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. બીજી તરફ આ વિસ્તારમાં સીમા સુરક્ષાદળે તલાસી અભિયાન વધુ સઘન બનાવ્યું છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust