કટારિયા પાસે કિન્નરની લાશ મળી આવી

રાપર,તા. 3 : ભચાઉ તાલુકાના કટારિયા પાસે આજે કિન્નર નઝામા દે મુરૂદે (નાસીરખાન ગુલાબખાન પઠાણ)ની લાશ મળી આવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સામખિયાળી મોરબી હાઈવે ઉપર લક્ષ્મી હોટેલ પાસે આ બનાવ બન્યો હતો. અજાણી લાશ મળી આવતા પોલીસે ઓળખ માટે તપાસ આદરી હતી. આ દરમ્યાન જાફરાબાદના અને હાલ કટારિયા રહેતા કિન્નરની લાશ હોવાનું બહાર આવ્યું હતું. મોત હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust