આફ્રિકા સામે શ્રેણી પહેલાં ભારતને ઝટકો : હાર્દિક, હુડ્ડા, શમી બહાર

આફ્રિકા સામે શ્રેણી પહેલાં ભારતને  ઝટકો : હાર્દિક, હુડ્ડા, શમી બહાર
થિરૂવનંથપૂરમ, તા. 26 : સાઉથ આફ્રિકા વિરૂધ્ધની ત્રણ મેચની ટી-20 શ્રેણી પૂર્વે ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. રિપોર્ટ અનુસાર ફિટનેસની સમસ્યાને લીધે મોહમ્મદ શમી અને દીપક હુડ્ડા સિરીઝમાંથી આઉટ થયા છે. જયારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને બીસીસીઆઇએ વિશ્રામ આપ્યો છે. આથી તેના સ્થાને ભારતીય ટીમમાં સ્પિન ઓલરાઉન્ડર શાહબાજ અહમદનો સમાવેશ થયો છે. જયારે દીપક હુડ્ડાના સ્થાને શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યા છે. ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીનો હિસ્સો હતો. તે ટીમ સાથે થિરૂવનંથપૂરમ પહોંચી ગયો છે. જયારે દ. આફ્રિકાની ટીમ રવિવારથી કેરળની રાજધાનીમાં છે. આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં અર્શદિપની વાપસી થઇ છે. બીસીસીઆઇમાંથી જાણવા મળતી વિગત અનુસાર શમી હજુ સુધી કોવિડની બિમારીમાંથી બહાર આવી શકયો નથી. જયારે દીપક હુડ્ડાને પીઠની ઇજા છે. આથી તેને એનસીએમાં રીહેબમાં જવું પડશે. જયારે હાર્દિક પંડયાને બીસીસીઆઇ વિશ્વ કપ પૂર્વે વિશ્રામ આપ્યો છે. આફ્રિકાની ટીમ બુધવારથી ટી-20 શ્રેણી રમશે. આ પછી 6 ઓકટોબરથી ત્રણ મેચની વન ડે શ્રેણી હશે. જેમાં વિશ્વ કપની ટીમના ખેલાડીઓ સામેલ થશે નહીં.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust