ચૂંટણી આવે છે, માઇક્રોપ્લાનિંગની સૂચના

ચૂંટણી આવે છે, માઇક્રોપ્લાનિંગની સૂચના
ભુજ, તા. 22 : ભુજ ખાતે ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડયાએ અધ્યક્ષસ્થાનેથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી વિવિધ બાબતોના નિમાયેલા નોડલ અધિકારીઓને પૂર્વ તૈયારીઓ સંબંધિત માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. ચૂંટણીમાં ભાગ લેનારા સ્ટાફ? માટે તાલીમ, ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ અને પરિવહન, મટિરિયલ મેનેજમેન્ટ, ખર્ચ અને આદર્શ આચારસંહિતા,  કાયદો અને વ્યવસ્થા, બેલેટ?પેપર, મીડિયા સંબંધિત વ્યવસ્થાઓ, કમ્પ્યુટરાઇઝેશન, વોટર હેલ્પલાઇન, મતદાર અને મતદાન જાગૃતિ સંબંધી પ્રવૃત્તિઓ સહિતની બાબતોના નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરતા ચૂંટણીની સંભવિત તારીખ પહેલાં તમામ પૂર્વ તૈયારીઓ સુચારેપણે પૂર્ણ?થઇ જાય તે સુનિશ્ચિત કરવા અને તે રીતે આયોજન કરવા અંગે માર્ગદર્શન-નિર્દેશ આપ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ  સમગ્ર જિલ્લામાં મતદારયાદી સંબંધિત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સંવેદનશીલ મતદાન મથકોની સમીક્ષા કરી યોગ્ય પોલીસ બંદોબસ્ત અંગે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. મતદારો લોકશાહીના પર્વ ચૂંટણીનો લાભ લઇને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા તેમણે સૂચના આપી હતી. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પટેલે સંચાલન કરી તમામને  ચૂંટણીલક્ષી જરૂરી બાબતોથી માહિતગાર કર્યા હતા. ચૂંટણીપંચના નિર્દેશ અને સૂચના અનુસાર ઇવીએમ મથકો, મતદાન મથકો પર દિવ્યાંગો મતદારો માટેની વ્યવસ્થા, સ્થળાંતરિત મતદારો, ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ, ચૂંટણી નિરીક્ષકો માટે કરવાની વ્યવસ્થાઓ સહિતની બાબતો અંગે તેમણે ચર્ચા હાથ ધરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે. રાઠોડ તેમજ તમામ નોડલ અધિકારીઓ તેમજ ચૂંટણી શાખાના નાયબ મામલતદાર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust