ગાંધીનગર ખાતે ધરણાંમાં કચ્છ કિસાન સંઘના અગ્રણી જોડાયા

ગાંધીનગર ખાતે ધરણાંમાં કચ્છ કિસાન સંઘના અગ્રણી જોડાયા
આણંદસર-વિથોણ (તા. નખત્રાણા, તા. 22 : સમાન વિજબીલ અને ખેડૂતોના જટીલ પ્રશ્નો માંગ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધરણા ચાલુ કરી રસ્તા રોકોનો કાર્યક્રમ પણ આપ્યો હતો. વીજ કંપની અને સરકાર ખેડૂતો સાથે પણ વહાલા દવલાની નિતી અપનાવી વીજબીલ આપે છે. તેવી ફરિયાદ સાથે કચ્છ અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતોના જૂથો ગાંધીનગરમાં દેખાવો કરી રહ્યા છે. છતાં સરકાર ખેડૂતોની વાત સાંભળવા કે માંગણીઓ પુરી કરવા ધ્યાન આપતી નથી તેવું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું. છેલ્લા 25 દિવસથી ગુજરાત અને કચ્છમાં ખેડૂતો ગાંધીનગર ખાતે માગણીઓની ફાઈલ લઈને બેઠા છે પણ સરકાર ખેડૂતોની વેદના સાંભળવા તૈયાર નથી. બે દિવસમાં પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો પરિણામ સત્તા પક્ષને ભોગવવું પડશે તેવી ચીમકી પણ ખેડૂતોએ આપી હતી.કચ્છ જિલ્લા કિસાન સંઘના મહામંત્રી વાલજીભાઈ લીંબાણી છેલ્લા 22 દિવસથી ઉપરોક્ત ધરણાના કાર્યક્રમોમાં જોડાયા છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો જે સમસ્યાના પ્રશ્નો લઈને ગયા છે તે તમામ એટલા જટીલ નથી કે તેને ઉકેલી ના શકાય. પરંતુ સરકારને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં જરાય રસ નથી અને આગામી દિવસોમાં ખેડૂતો લાંબી લાંબી લડત ચલાવવાના મુડમાં છે.  ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ મીટર અને હોર્સપાવરવાળી મોટરોનું વીજબીલ સમાન કરવું, મોટર આધારિત વીજબીલ દર બે માસ બીલ લેવાનું, મીટર બળી જાય તો કંપનીના ખર્ચે બદલવાનું રહેશે જેવા પ્રશ્નો તેમજ ખેડૂતોના ખેતી ઓઝારો ટેક્સ મુક્ત હોવા જોઈએ. ખેતી કરતા ખેડૂતોને સબસીડી સાથે ડિઝલ મળવું જોઈએ તેવી અનેક નાના મોટા અને ઘણા પડતર પ્રશ્નો સાથે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust