હું અધ્યક્ષની ચૂંટણી નહીં લડું : રાહુલ

તિરૂવનંતપુરમ્, તા. 22 : `ભારત જોડો' યાત્રા વચ્ચે આજે ગુરુવારે ખાસ પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહી દીધું હતું કે, હું અધ્યક્ષપદની ચૂંટણી લડવા જઇ રહ્યો નથી.ખાસ ધ્યાન ખેંચનારાં  નિવેદનમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં `એક વ્યક્તિ, એક પદ'નું સમર્થન કર્યું હતું. આવું વલણ દર્શાવીને તેમણે સંકેત આપી દીધો છે કે, અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બને, તો ગેહલોતે મુખ્ય પ્રધાનનું પદ છોડી દેવું પડશે.  એક નેતાને એકથી વધુ પદ આપવું નથી, તેવું કહેતાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, ઉદયપુરની ચિંતન શિબિરમાં આપેલું વચન અમે પાળશું. નવા થનારા અધ્યક્ષને અગાઉથી જ એક શીખ આપી નાખતાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ એ માત્ર સંગઠનાત્મક પદ નથી, પરંતુ એક વિચારધારા છે, વૈચારિક પદ છે.તેમણે જણાવ્યું હતું કે, જે કોઇ પણ પક્ષના પ્રમુખ બનશે, તેમણે યાદ રાખવું જોઇએ કે, તેઓ એક ઐતિહાસિક સ્થાન લઇ રહ્યા છે.કોંગ્રેસના નવા અધ્યક્ષે ભારતના દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરવાનું રહેશે, તેવી શીખામણ તેમણે આપી હતી. રાહુલનાં આ નિવેદન બાદ ગેહલોત અધ્યક્ષ બને તો રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદ પર સચિન પાયલોટનો માર્ગ મોકળો બની શકે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust