એબીજીની 2747 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી, તા. 22 : બેંક સાથે 23 હજાર કરોડની છેતરપિંડીના મામલામાં મુખ્ય આરોપી એવા એબીજી શિપયાર્ડના એમડી ઋષિ અગ્રવાલની ધરપકડના એક દિવસ બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ એબીજી શિપયાર્ડ લિ.ની 2747 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જેમાં ગુજરાતનાં સુરત સ્થિત સપત્તિ પણ છે. ઇડીએ ડોકયાર્ડ, કૃષિભૂમિ, વેપારી સંપત્તિ તેમજ બેંકમાં જમા પૈસા સહિત સંપત્તિઓ ટાંચમાંલીધી હતી. ગુજરાતનાં સુરત અને દાહેજ સ્થિત શિપયાર્ડ ઉપરાંત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિવિધ ધંધાકીય અને આવાસ પરિસર સહિત સંપત્તિઓને ઇડી દ્વારા જપ્ત કરાઇ છે.સીબીઆઇ દ્વારા એમ.ડી. અગ્રવાલની ધરપકડના બીજા દિવસે ઇડી દ્વારા પણ આકરાં પગલાંથી કંપની ભારે મુશ્કેલીમાં મુકાઇ છે.ઇડી દ્વારા તપાસ બાદ જાણવા મળ્યું છે કે, એબીજી શિપયાર્ડ લિમિટેડ સ્થાને તેના એમ.ડી. અગ્રવાલે મુંબઇ સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકનાં વડપણવાળાં બેંકોના જોડાણ પાસેથી ધિરાણ લીધું હતું.એજન્સીએ કહ્યું હતું કે, એબીજી શિપયાર્ડ કંપનીએ ધિરાણની સુવિધાઓનો દુરુપયોગ કર્યો અને ધિરાણના પૈસા ભારત અને વિદેશમાં બીજાં સ્થળોમાં મોકલી આપ્યા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust