ઓપન સૌરાષ્ટ્ર બેન્ચપ્રેસ-ડેડલિફ્ટમાં કચ્છી ભાઈ-બહેન ઝળક્યા

ભુજ, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી ઓપન સૌરાષ્ટ્ર બેન્ચપ્રેસ તથા ડેડલિફટમાં તાલુકાના માધાપર ગામના ભાઈ-બહેન ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની કચ્છનું ગૌરવ વધાર્યું છે.ગુજરાતમાં પ્રથમવાર અને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવેલી ઓપન સૌરાષ્ટ્ર બેન્ચપ્રેસ  તથા ડેડલિફટ સ્પર્ધામાં ભુજ તાલુકાના માધાપર ગામના નિવૃત્ત આર્મીમેન વિનોદભાઈ સીતાપરાના પુત્ર હાર્દિક અને પુત્રી ઉર્વિશાએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં 80 સ્પર્ધકો જોડાયા હતા. જેમાં હાર્દિક બેન્ચપ્રેસમાં પ્રથમ તેમજ ડેડલિફટમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તેમજ ઉર્વિશાએ પણ બેન્ચપ્રેસમાં પ્રથમ અને ડેડલિફટમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી.ઉર્વિશા આવતીકાલથી દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ગઈ છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com    

© 2022 Saurashtra Trust