ગુજરાતના માનવ અને ફિલઝાહે ટોચની જોડી સામે સર્જ્યો અપસેટ

સુરત, તા. 22 : સ્થાનિક સ્ટાર્સ માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમા કાદરીએ ગુરુવારે અહીં 36મી નેશનલ ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મિક્સ્ડ ડબલ્સમાં ટોચના ક્રમાંકિત સાનિલ શેટ્ટી અને મહારાષ્ટ્રના રેત્રીષ્યા ટેનિસનને હરાવી દીધા. યજમાન પેડલર્સ માટે તે એકંદરે સારો દિવસ હતો કારણ કે પુરુષોના સિંગલ્સ સ્ટાર્સ હરમીત દેસાઇ અને માનવ ઠક્કરે પણ બીજા રાઉન્ડમાં આરામદાયક જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. બીજીતરફ, ટીમ ઇવેન્ટમાં ગુજરાતની ટીમે દિલ્હીને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બીજા રાઉન્ડમાં ઠક્કરે ચોથા સેટમાં ચાર મેચ પોઇન્ટ ગુમાવ્યા પરંતુ ઉત્તરપ્રદેશના સાર્થ મિશ્રાને 11-5, 11-6, 11-6, 14-16, 11-6થી હરાવ્યો જ્યારે દેસાઇએ તેલંગાણાના મોહમ્મદ અલીને 11-4, 11-5, 11-6, 11-8થી હરાવ્યો. માનવ ઠક્કર અને ફિલઝાહ ફાતેમા કાદરીએ એ સુફૈઝ એકેડેમીમાં રમતની મૂળભૂત બાબતો શીખી હોવા છતાં તેઓને ભૂતકાળમાં ભાગ્યે જ એકસાથે રમવાની તક મળી હતી અને તેઓને એકસાથે જોડવાનો નિર્ણય પણ રમતો પહેલાં યોજાયેલી ટ્રેનિંગ શિબિરમાં લેવામાં આવ્યો હતો.આ જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળની મૌમા દાસ અને અનિર્બાન ઘોષ?સામે ટકરાશે. માનુષ?શાહ અને કૃતિવા સિન્હા રોયનું સંયોજન પણ ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધ્યું હતું જ્યારે હરમીત દેસાઇ અને ફ્રેનાઝ ચિપિયાને પશ્ચિમ બંગાળના પ્રાપ્તિ સેન અને આકાશ?પાલ સામે બીજા રાઉન્ડમાં પલટવારનો સામનો કરવો પડયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust