નખત્રાણાને નગરપાલિકાના દરજ્જાથી વિકાસને વેગ મળશે

નખત્રાણા, તા. 22 : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ નગરની સૌથી મોટી જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરહદી જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્ત્વનો નિર્ણય લીધો છે અને છેવાડાના વિસ્તારની ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. કચ્છમાં નગરપાલિકાની સંખ્યા આઠ પર પહોંચી છે.આ નગરપાલિકામાં મોટા-નાના નખત્રાણા અને બેરૂ ગામોનો સમાવેશ કરાયો છે. નખત્રાણાને નાગરિક સુખાકારી સમુચિત હક્કો આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો હતો. તદનુસાર શ્રી પટેલે ત્રણ ગામોને સમાવિષ્ટ કરતી નખત્રાણાને નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે. ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉનહોલ તથા રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર માળખાંકીય-પાયાની સુવિધા, સુખાકારી નાગરિકોને સરળતાથી તેમજ ત્વરિત મળે તેવા ઉમદા ભાવ સાથે આ નિર્ણય લેવાતાં ખુશીની લાગણી ફેલાઇ હતીનખત્રાણા નગરપાલિકાની રચના તા. 21/9/22ના રોજ કરવામાં આવી છે. નખત્રાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી-નખત્રાણાની નિમણૂક કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો તેમજ નજીકના ભવિષ્યમાં આવનાર નવા ઉદ્યોગોના કારણે આ વિસ્તારમાં ઊભી થનારી નાગરિક સુવિધા-સુખાકારીની જરૂરિયાતને ધ્યાને રાખી નખત્રાણાને જૂથ?ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મેળવવા સર્વાનુમતે કરેલા ઠરાવને તેમણે અનુમોદન આપ્યું છે તેની તેમની સમક્ષ?દરખાસ્તો કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો અપાવવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ પ્રયત્નો કર્યા હતા, જે સફળ થતાં લોકોમાં હર્ષોલ્લાસ ફેલાયો હતો.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust