પૂર્વ-પશ્ચિમ કચ્છમાંથી ચાર ફોજદારની અન્યત્ર બદલી : પાંચ નવા આવ્યા

ગાંધીધામ, તા. 22 : રાજ્યનાં 169 પોલીસ  સબ ઇન્સપેકટરોની આજે બદલી કરવામાં આવી હતી જેમાં પૂર્વ પશ્ચિમ કચ્છમાં પાંચ નવા ફોજદાર આવ્યા હતા તો ચારની અહીંથી અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ આજે 169 પી.એસ.આઇ.ની બદલી કરી હતી જેમાં પશ્ચિમ કચ્છનાં ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલાની ભરૂચ, અંકુશ મનોજ ગેલોતની ખેડા નડીયાદ, તથા પૂર્વ કચ્છમાં અને સરહદી રેન્જના સાયબર સેલમાં ફરજ નિમણુંક પામેલા બજાવતા નિર્મળસિંહ વહુજી રહેવરની બનાસકાંઠા, રાજેન ખોડાભાઇ દેસાઇની ભરૂચ બદલી કરવામાં આવી હતી જ્યારે પોલીસ તાલિમ શાખા વડોદરાના જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાની પશ્ચિમ કચ્છમાં તથા અમદાવાદ પશ્ચિમ રેલવેના મયુરધ્વજસિંહ ઝાલા, એ.ટી.એમ. અમદાવાદના રવિરાજસિંહ ભુપતસિંહ રાણા, અમદાવાદ શહેરના ધર્મદિપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, દશરથ જયેશ પ્રજાપતીની સુરત શહેરથી પૂર્વ કચ્છ પોલીસ બેડામાં બદલી કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust