પ્લોટ વેચાતો આપવાનું કહી 5.78 લાખની ઠગાઇની ફરિયાદ

ભુજ, તા. 22 : કુકમાની સીમમાં પ્લોટ ખરીદવા મેઘપર (કું)ના નોકરિયાત યુવાને ભુજનાં આરોપીને નાણા આપ્યા બાદ પ્લોટના દસ્તાવેજ ન કરી રૂા. 5.78 લાખની ઠગાઇ થયાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ તપાસ જે-તે પ્લોટ તેના નામનો હતો જ નહીં અને આવી રીતે અન્યોને પણ છેતર્યાનું ફરિયાદમાં લખાવાયું છે.આ અંગે માધાપર પોલીસ મથકે મેઘપર (કું.)ના હિતેશભાઇ દેવજીભાઇ ઘેડા (મહેશ્વરી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત વર્ષે ઓગસ્ટ માસમાં કુકમાની સીમમાં દલાલ મારફત આરોપી ભાવેશ પ્રભુભાઇ પ્રજાપતિ (રહે. ભુજ) પાસેથી રૂા. 5,07,000માં લેવાનું નક્કી કરી 57 હજાર આપ્યા બાદ ટુકડે-ટુકડે નાણા આપ્યા છતાં દસ્તાવેજ કરવા અનેક બહાના બનાવી ગલ્લા-તલ્લા કર્યા હતા આથી ચાલુ વર્ષે માર્ચમાં અંતે સોદો ફોક કરી નાણા પરત આપવાનું લેખિતમાં ઠરાવ્યા છતા નાણા પણ પરત ન આપતા ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી હિતેશભાઇએ તપાસકર્તા જે પ્લોટનો સોદો નક્કી થયો હતો તે આરોપીના નામનો ન હોવાનું ખુલ્યું હતું અને આરોપી ભાવેશભાઇએ પ્લોટ વેચવા તથા કુકમામાં મકાન બનાવી આપવાને લઇને  અન્ય બે શખ્સ ભરત કરશન મહેશ્વરી અને પ્રકાશ કાનજી વારસુ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આમ કુલ્લે 5.78 લાખની માધાપર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust