સણોસરાની સીમમાંથી રાત્રે આવતા બંદૂકના ભડાકાથી ભય

કોઠારા (તા. અબડાસા), તા. 22 : તાલુકાના સણોસરા ગામની સીમમાં બંદૂકોના ભડાકાથી ભય ફેલાયો છે. સણોસરા અને નાન્દ્રા સીમની અંદર છેલ્લા ચારેક દિવસથી શિકારી ટોળકી આવતી હોવાનું મનાય છે.આ અંગે સણોસરા ગામના સરપંચ અને સરપંચ સંગઠન અબડાસા તાલુકાના પ્રમુખ પરેશસિંહ બી. જાડેજાએ વાત કરતાં જણાવ્યું કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી બંદૂકોના ભડાકા થઇ રહ્યા છે. શિકારી ટોળકી આ સણોસરા અને નાન્દ્રા સીમમાં રેલવે ફાટક બાજુ હરણ અને મોરનું શિકાર કરવા માટે આવી રહ્યા છે. આ ટોળકી હોન્ડા અને જીપ્સી (ચાર પૈડાવાળી)થી શિકારી કોઇ ટોળકી અહીં આવતી હોય છે અને અહીં આવી પ્રવૃતિ કરી રહી છે. રાત્રીના ભાગે થતી આ પ્રવૃતિ બંદૂકના ભડાકાથી ગામ લોકોએ પણ રાત્રે ત્યાંથી જઇ પીછો કર્યો પણ સફળતા મળી નહોતી.બંદૂકોના અવાજથી ગામ-લોકોમાં પણ ભય ફેલાઇ ગયેલ છે. અવાર-નવાર આવી પ્રવૃતિ આ સીમમાં થતી હોય છે. આવી પ્રવૃતિ જલદીથી બંધ થાય તેવી માંગણી સરપંચ પરેશસિંહ જાડેજાએ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com  

© 2022 Saurashtra Trust