માનકૂવામાં વાહન માલિકની સામે જ બેટરીની ચોરી કરી બે આરોપી નાસી ગયા

ભુજ, તા. 22 : બુધવારે મધ્યરાત્રિના માનકૂવામાં ફરિયાદીના ઘરની બહાર ટાટા (મદનીયુ) વાહન રાખ્યું હતું અને અવાજ આવતાં ફરિયાદી ઘર બહાર નીકળતાં બે પડોશી બેટરી ચોરી નાસી ગયા હતા.આ અંગે કાંતિ રામજીભાઇ સથવારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની માલિકીનું ટાટા જી5એસી (મદનીયુ) નં. જી.જે. 02 ઝેડ.ઝેડ. 1426વાળો તેના ખડિયા વિસ્તારમાં ઘરની બહાર બુધવારે રાત્રે  પાર્ક કરી રાખ્યું હતું ત્યારે આરોપી એવા પડોશી આસિફ ગની રાયમા અને મામદ અલીમામદ ઓઠાર તેનામાંથી બેટરી કિં. રૂા. ત્રણ હજાર કાઢી હતી. ફરિયાદીના ઘરની બહાર આવી આ બંનેને વાહન પાસે શું કરો છો પૂછતાં બેટરી લઇ?નાસી છૂટયાની ફરિયાદ નોંધાવી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust