સરકારી કચેરીઓ સંદર્ભે જાહેરનામા

ભુજ, તા. 22 : જિલ્લા, તાલુકા અને અન્ય સરકારી કચેરીઓમાં આવતા લોકોની સરળતા ખાતર તા. 6/10 સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામા બહાર પડાયા છે. - ધરણા, હડતાળ, ઉપવાસની મનાઇ : જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ-શાંતિનો ભંગ ન થાય, જિલ્લા / તાલુકા સેવાસદને પોતાનાં કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવાસદન અને મધ્યસ્થ સેવાસદન-ભુજ, અંજાર, ભચાઉ, મુંદરા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુંદરા, માંડવી, ગાંધીધામ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદરના પરિસરની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતીક ધરણા, ભૂખ?હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા તા. 6/10 સુધી મનાઇ ફરમાવાઇ છે. - વચેટિયાઓને પ્રવેશવા પર પ્રતિબંધ : ભુજના જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરીઓ વિગેરેમાં અનઅધિકૃત વચેટિયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા વ્યક્તિઓની પ્રવેશ પર તા. 6/10 સુધી પ્રતિબંધ છે. - ચાર કરતાં વધુ વ્યક્તિઓને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ : જિલ્લા સેવાસદન તથા મધ્યસ્થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુંદરા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુંદરા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ?અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદરના પરિસરની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ?મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર તા. 6/10 સુધી મનાઇ ફરમાવાઇ છે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust