માંડવીના વિન્ડફાર્મ બીચ પર `આપણી નવરાત્રિ''માં 83 જૂથે નોંધણી કરાવી

માંડવી, તા. 22 : શહેરના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર `આપણી નવરાત્રિ' આયોજિત આગામી ધર્મોત્સવ સહ લોકોત્સવમાં આ વેળાએ 83 જેટલા જૂથોએ નોંધણી કરાવી હોવાની વિગતો આયોજકોએ આપી હતી. તા. 26/9થી તા. 5/10 દરમ્યાન રોજ રાત્રે 9થી 11 લગી પ્રસ્તુતિ થશે. આપણી નવરાત્રિના પ્રાયોજકો શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, ખીમજી રામદાસ પરિવાર ટ્રસ્ટના સંવાહક ભરતભાઈ વેદ, નિવૃત્ત આચાર્યા વસંતબેન સાયલે આપેલી જાણકારી મુજબ પ્રાથમિક શાળાઓ (19), માધ્યમિક શાળાઓ (14), છાત્રાલય જૂથો (5), દિવ્યાંગ બાળકોના ગ્રુપ (3), મહિલા મંડળો (5), સિનિયર સિટિઝન વૃન્દ (1), છ વર્ષ સુધીની વયજૂથવાળા ભૂલકાઓના ગ્રુપ (4)?ઉપરાંત વિવિધ કલાગ્રુપો (32) મળી એકંદરે 83 વૃન્દો ઉત્સાહભેર કલાશક્તિના ઓજસ પાથરશે. મસ્કત સ્થિત ખીમજી પરિવારના મોભીઓ માદરે વતનના કલા પિપાષુઓ અને માણીગરોને પોરસાવવા આયોજન અંતર્ગત આવી રહ્યા હોવાની જાણકારી અપાઈ હતી. રાજ્યમાં સંભવત દેશમાં સાગરના મોજાઓના ઘૂઘવાટ સંગાથે ધર્મોત્સવ-લોકોત્સવની દસ દિવસીય ઉજવણી કરાશે.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com   

© 2022 Saurashtra Trust