પચ્છમના ગામોમાં તિરંગાયાત્રા પર પુષ્પવૃષ્ટિ

પચ્છમના ગામોમાં તિરંગાયાત્રા પર પુષ્પવૃષ્ટિ
ખાવડા (તા. ભુજ), તા. 14 : ખાવડાથી કાળા ડુંગર બાઇક રેલીથી તિરંગાયાત્રાનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 300 મીટરના તિરંગાએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.ખાવડા ઉચ્ચતર માધ્યમિક શાળા પાસેથી આ રેલીને મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, મામલતદાર (ગ્રામ્ય) ભુજથી વિવેક બારહટ, જિ.પં. સદસ્ય રસીદ સમા અને દત્ત મંદિર વિકાસ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ પ્રસ્થાન કરાવી હતી. દિનારા અને ધ્રોબાણાના શાળાના બાળકો સહિત સરપંચો સિધિક ભુંગરા ભાગબાઇ સમા અને ગ્રામજનોએ રસ્તામાં પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કર્યું હતું. ટી.ડી.ઓ. વી.સી. પરમાર, તા.પં. સભ્યો દિલાવરસિંહ સોઢા, ઓસમાણભાઇ સમા, આસિયાતબાઇ સમા, ટીપીઇઓ સામંતભાઇ, પી.એસ.આઇ.-ખાવડા ડી.એ. ઝાલા, ના.મા.-ખાવડા ટી.આર. દેસાઇ, ભુજ નાયબ મામલતદાર એન.પી. પ્રજાપતિ, ખાવડા સરપંચ જેશંગ રાણા કોલી, ઉપસરપંચ સુરેશ મારવાડા, દત્ત મંદિર સમિતિના ખીમજીભાઇ, ધીરેન્દ્ર તન્ના, બાલકૃષ્ણ ઠક્કર, લીલાધર ચંદે, વિપુલ તન્ના, પ્રાણલાલ ઠક્કર, યુવક મંડળના અનિરુદ્ધ રાજદે ઉપરાંત પચ્છમના શિક્ષકો, તલાટી મંત્રીઓ, પોલીસના જવાનો, બી.એસ.એફ.ના જવાનો, પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક રામાનુજ, વન વિભાગ સહિત ખાવડા આજુબાજુના ગામડાના સેંકડો લોકોએ રેલીમાં ભાગ લઇ સફળ બનાવી હતી. કાળા ડુંગર દત્ત મંદિર દ્વારા ચા અને અલ્પાહાર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ખાવડા તલાટી સહમંત્રી જયેશ નાયક, શિક્ષક જશવંત નિનામા વિ.એ સહયોગ આપ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust