સ્મૃતિવનમાં સ્નેક સ્કલ્પચર ધડાકાભેર તૂટતાં દોડધામ

સ્મૃતિવનમાં સ્નેક સ્કલ્પચર ધડાકાભેર તૂટતાં દોડધામ
ભુજ, તા. 14 : વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનનું આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો તખ્તો ઘડાઇ રહ્યો છે. ત્વરીત સમયમાં કામ પૂર્ણ કરવાની વારંવાર કરાતી સમીક્ષા વચ્ચે રવિવારે  સ્મૃતિવન અને મ્યૂઝિયમને જોડતા માર્ગ પર લગાવાયેલું ત્રણ ટન વજન ધરાવતું વિદેશથી આયાત કરાયેલું ઉપકરણ ધડાકાભેર તૂટી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી. જે સમયે  આ દુર્ઘટના ઘટી તે સમયે સ્મૃતિવનની સાઇટ પર 200 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા તેમનો આબાદ બચાવ થતાં જાનહાનિ ટળી હતી. વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો અનુસાર મ્યૂઝિયમ પાસે સ્નેક સ્કલ્પચર નામનું આંતરિક સુશોભન હેતુ લગાવાયેલું ઉપકરણ એકાએક ધડાકાભેર તૂટી પડી ભોંય ભેગું થઇ ગયું હતું. સર્પાકાર આકારનું આ ઉપકરણ ત્રણ ટન જેટલું વજન ધરાવે છે. વિદેશથી આયાત થયેલાં ઉપકરણને થોડા સમય પહેલાં જ લગાવવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust