દાંતીવાડાની ટીમે લમ્પિ રોગનું પરીક્ષણ કર્યું

દાંતીવાડાની ટીમે લમ્પિ રોગનું પરીક્ષણ કર્યું
ભુજ, તા. 14 : કચ્છમાં લમ્પિ ચર્મરોગથી અસરગ્રસ્ત પશુઓમાં રોગ બાદ ચામડીના જખમ, અમુક કેસમાં રોગને લીધે આંખોમાં થતી અસર તેમજ આઈસોલેશન વોર્ડમાં રહેલા પશુઓની સારવાર, સારસંભાળ અને માવજત બાબતે માર્ગદર્શન આપવા તેમજ રોગ પરીક્ષણ અને પોસ્ટમોર્ટમ તપાસના હેતુસર દાંતીવાડા વેટરનરી કોલેજ તેમજ પશુપાલન ખાતાની તજજ્ઞ ટીમ શનિ-રવિના મુલાકાતે આવી હતી.દાંતીવાડા વેટરનરી કોલેજના મેડિસીન વિભાગના વડા ડો. આર.એમ. પટેલ સાથે ડો. સમીર રાવલ, ડો. અભિનવ સુથાર, ડો. સંદીપ પટેલ, પશુપાલન ખાતા તરફથી ડો. સુનીલ ભગોરા (સંયુક્ત પશુપાલન નિયામક-ગાંધીનગર), ડો. અમિત કાનાણી (નાયબ પશુપાલન નિયામક એફએમડી ટાઈપિંગ એપીડેમીઓલોજી, અમદાવાદ), ડો. જિગર રાવલ, (કામધેનુ યુનિવર્સિટી-ગાંધીનગર)એ પ્રથમ રામલીલા મેદાન, ગાંધીધામ ખાતે આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી તે દરમ્યાન 189 જેટલા પશુ સારવાર હેઠળ હતા. જે મુખ્યત્યે રખડતા અને ગંભીર રીતે બીમાર પરિસ્થિતિમાં આવતા હોવાનું અને કો-મોર્બિડ હોવાનું જણાયું હતું. સેન્ટર ખાતેથી સાજા થયેલા પશુઓને કામધેનુ ગૌશાળા, આદિપુર ખાતે મોકલાયા હોવાનું વોર્ડ?સંચાલક દીપકભાઈ પટેલે જણાવ્યું હતું. પ્રાધ્યાપક ડો. પટેલ તથા ટીમ દ્વારા આવા પશુઓની વિશેષ સારવાર અને મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે સારવાર હેઠળના પશુઓમાંથી વિવિધ પ્રકારના રોગ નિદાન માટે નમૂનાઓ પરીક્ષણ અર્થે એકત્રિત કર્યા હતા. ગાય વર્ગના બે પશુનું ડમ્પિંગ સાઈટ ખાતે પોસ્ટમોર્ટમ કરી તેમાંથી પણ પરીક્ષણ અર્થેના નમૂના એકત્ર કર્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust