કચ્છના મનોચિકિત્સકે આત્મઘાતી આત્માનાં વિઘટન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરી

કચ્છના મનોચિકિત્સકે આત્મઘાતી આત્માનાં વિઘટન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ રજૂ કરી
ભુજ, તા. 14 : કચ્છના ડો.  દેવજ્યોતિ શર્મા દ્વારા નિર્મિત યોગ સાયકોથેરાપી દ્વારા આત્મઘાતી આત્માના વિઘટન વિશે મનોચિકિત્સા માટે રજૂ કરેલી વૈજ્ઞાનિક પ્રસ્તુતિ વર્લ્ડ સાયકિયાટ્રીક એસોસીએશન દ્વારા 22મા વિશ્વ મનોચિકિત્સા સંમેલન બેંગકોક ખાતે આયોજીત કાર્યક્રમમાં સ્વીકૃત થઇ છે જે મનોચિકિત્સાના ક્ષેત્રે આત્મઘાતી આત્માના નિર્માણ અને તેમના યોગ સાયકોથેરાપી પદ્ધતિ દ્વારા વિઘટન વિશે યોગાની મનોચિકિત્સામાં પ્રયોગ વિશે પ્રથમ વૈશ્વિક દાખલો છે.સંમેલનમાં ડો. શર્માએ યોગ સાયકોથેરાપી દ્વારા આત્મઘાતી આત્માના વિઘટન અને આત્મહત્યાના નકારાત્મક વિચારો અને વલણના મનોચિકિત્સકકીય દૃષ્ટિકોણ દ્વારા યોગિક નિરાકરણ વિષય ઉપર મનોચિકિત્સકોને તાલીમ આપી હતી. ડો. શર્માના વકતવ્ય અને પોસ્ટર બંને વર્લ્ડ સાયકિયાટ્રીક એસોસીએશન દ્વારા આયોજીત સુસાઇડોલોજી સેશનમાં  6 નવેમ્બર 2022 સુધી નિષ્ણાંતોને જોવા માટે ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે, ડો. શર્મા  દેશમાં આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય ઝુંબેશ ચલાવી રહ્યા છે અને અમેરિકન સાયકિયાટ્રીક એસોસીએશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીએ  તેમને વર્ષ 2022 માટે  આંતરરાષ્ટ્રીય સદસ્ય ચૂંટયા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust