મેઘપર (બો.)માં જશોદાબા હોસ્પિટલનું લોકાર્પણ

મેઘપર (બો.)માં જશોદાબા હોસ્પિટલનું લોકાર્પણ
ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના મેઘપર-બોરીચીમાં આવેલ ગોકુલ એગ્રો રિસોર્સીસ  લિ. દ્વારા  તૈયાર કરાયેલી અને હરિ ઓમ ટ્રસ્ટ (એમ.એમ. હોસ્પિટલ) દ્વારા સંચાલિત જશોદાબા હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ અને  નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ગોકુલ એગ્રો એકમ દ્વારા  સામાજિક ઉત્તરદાયિત્વ (સી.એસ.આર) અંતગર્ત  જશોદાબા હોસ્પિટલની સ્થાપના કરાઈ હતી.અહીં સારી આરોગ્ય સવલતો અર્થે એકમ આ આરોગ્ય કેન્દ્રનું સંચાલન હરિ ઓમ ટ્રસ્ટ હોસ્પિટલને સોંપતા સમજૂતી કરાર બાદઆજે હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું. નિ:શુલ્ક આરોગ્ય કેમ્પના પ્રારંભમાં  મેઘપર બોરીચીના અગ્રણી ભોજાભાઈ બોરીચા, ગળપાદરના સરપંચ કેશાભાઈ, હરિ ઓમ ટ્રસ્ટના  સ્થાપક ટ્રસ્ટી ડો. જી.કે. ખાનચંદાણી, નરેશ બુલચંદાણી સહિતના અગ્રણીઓના હસ્તે  દીપ પ્રાગટય બાદ  કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust