આચાર્ય મહાશ્રમણજીના કચ્છમાં 2025ના ચાતુર્માસ માટે શ્રાવક સમાજ તૈયાર

આચાર્ય મહાશ્રમણજીના કચ્છમાં 2025ના ચાતુર્માસ માટે શ્રાવક સમાજ તૈયાર
ભુજ, તા. 14 : યુગપ્રધાન શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીના સન 2025ના કચ્છમાં ચાતુર્માસ અરજી કરવા હેતુ ગુરુવારે કચ્છ ચાતુર્માસ દાયિત્વ અભિવ્યક્તિ કાર્યશાળાનું વિશેષ આયોજન ડો. મુનિ પુલકિત કુમારજીના સાનિધ્યમાં તેરાપંથ ભવન ભુજ ખાતે થયું હતું. પ્રથમ ચરણમાં ગાંધીધામ અને ભુજ તેરાપંથ સમાજના વિશિષ્ટ કાર્યકર્તા બાબુભાઇ સંઘવી, જયસિંહ બોથરા, રાજુભાઇ મહેતા, વગેરે કાર્યકર્તાએ હાજરી આપી. મુનિ પુલકિત કુમારજીની વિશેષ પ્રેરણા અને માર્ગદર્શનમા બધા કાર્યકર્તા એકજૂટ થઇ અને તન મન ધનથી સમર્પિત થઇ ગુરુદેવના સન 2025ના કચ્છ ચાતુર્માસ અરજી હેતુ સંકલ્પબદ્ધ થઇ 12 ઓગસ્ટના છાપર (રાજસ્થાન) જશે. આ બેઠકમાં ગાંધીધામ અને ભુજની સંભવિત ચાર જગ્યાની ઉપસ્થિતિ યાત્રીઓની આવાસ સુવિધા અને વિવિધ વિષયો પર કાર્યકર્તાઓ પોતાના વિચાર પ્રસ્તુત કર્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust