ભારતનાં વિભાજન સમયે હિંસામાં બલિદાન આપનારાને સ્મરણાંજલિ

ભારતનાં વિભાજન સમયે હિંસામાં બલિદાન આપનારાને સ્મરણાંજલિ
ભુજ, તા. 14 : કચ્છ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા દિવસ મૌન રેલી યોજાઇ હતી. ગત વર્ષે 74મા આઝાદી પર્વની પૂર્વ સંધ્યાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 14 ઓગસ્ટ  1947ના રોજ થયેલ અખંડ ભારતના વિભાજન અને એ વિભાજનની પશ્ચાદભૂમિમાં થયેલ ભયાનક હિંસાના પરિણામે પ્રાણોનું બલિદાન આપનાર લાખો લોકોની કુરબાની યાદ કરી તેમને સ્મરણાંજલી પાઠવી હતી ત્યારે એ દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે મનાવવાનું નિયત કરાયું હતું. જે અંતર્ગત આજે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલની રાહબરી હેઠળ ભાજપ પરિવાર દ્વારા મૌન રેલી યોજાઇ હતી. સાંજે જિલ્લા ભાજપ કાર્યાલયે ખાતેથી પ્રારંભ થયેલી આ મૌન રેલીનું મહાદેવ નાકે ગાંધીજીની પ્રતિમા પાસે સમાપન થયું હતું જ્યાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. આ અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, સદીઓથી કુરબાની અને બલિદાન થકી ભારત વર્ષે જ્યારે આઝાદીરૂપી રાહતનો શ્વાસ લીધો ત્યારે જ વિભાજનની વસમી વેળાએ દેશ ફરી એક વખત કારમી ગર્તા અને નિરાશામાં ધકેલાઇ ગયો. વિભાજનના દાવાનળમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ અને આખરે રકતભીની આઝાદી પ્રાપ્ત થઇ હતી. એ દુસ્વપ્ન સમો દિવસ ભારતીય ઇતિહાસમાં હંમેશા માટે કાળી શાહીથી અંક્તિ થયો છે જે અનુસંધાને મૌન રેલીનું આયોજન કરાયું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust