સુખપર અને મદનપુર ગામે અનોખી રીતે ઊજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

સુખપર અને મદનપુર ગામે અનોખી રીતે ઊજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ
કેરા (તા. ભુજ), તા. 14 : ભુજ-નખત્રાણા હાઈવેની બંને બાજુ ગામના વૃક્ષ અને પર્યાવરણ પ્રેમી યુવાનોની તનતોડ મહેનતથી ઉછરેલ સેંકડો ઘટાદાર દેશી વૃક્ષોથી શોભતાં બાવીસ હજારથી વધુ વસ્તી ધરાવતા સમૃદ્ધ અને સ્વાવલંબી જોડિયાં ગામની અતિ મોટી સમસ્યા એટલે રખડતા છોડી દેવાયેલા ગૌવંશ ચોવીસે કલાક નાના મોટા વાહનો અને રાહદારીઓથી વ્યસ્ત આ હાઈવે ઉપર અનેક અકસ્માતો સર્જી ચૂકેલ રખડતા ગૌવંશને પકડવાનું નક્કી થતાં ગામના અનેક યુવાનોએ સતત ત્રણ દિવસની સખત મહેનતથી રીતસરના જોખમ સાથે 250 જેટલા નંદી, ગાયો અને વાછરડાઓને પકડીને ગામની ગૌરક્ષણ સંસ્થામાં મોકલી આપાતાં ગામના અબાલ વૃદ્ધ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.એવી જ બીજી સમસ્યા સફાઈ, સંતોના આહ્વાનથી આખું ગામ એકસાથે મહા સફાઈ અભિયાન માટે નીકળે એવું નક્કી થતાં 14 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ?સંધ્યાએ સવારથી જ બેય પંચાયતો દ્વારા અનેક ટ્રેકટરો અને લોડર સહિતની વ્યવસ્થા સાથે સતત વરસતા વરસાદ અને કાદવ કીચડની ચિંતા વિના ગામના અનેક મહેનતું ભાઈઓ-બહેનો પોતપોતાના ઓજારો સાથે સંતોના સીધા માર્ગદર્શન હેઠળ સફાઈ માટે નીકળી પડતાં માત્ર બે કલાકમાં બે કિ.મી. લાંબા હાઈવેની સંપૂર્ણ?સફાઈ કરીને ગામની શેરીએ શેરી અને સાર્વજનિક ચોકની સફાઈમાં લાગી ગયા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust