માધાપરને નવા સાત રસ્તાનાં કામની ભેટ

માધાપરને નવા સાત રસ્તાનાં કામની ભેટ
ભુજ, તા. 14 : વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રૂા. 4.80 કરોડના ખર્ચે ભુજના માધાપર જૂનાવાસ ખાતે તૈયાર થનારા કુલ 8.20 કિલોમીટર લંબાઈના વિવિધ સાત રોડ રસ્તાનાં કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ડો. આચાર્યએ જણાવ્યું હતું કે, માધાપરવાસીઓને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળવા જઈ રહી છે. નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. વિકાસકાર્યોની માહિતી ઉપસ્થિત સૌ લોકોને આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખાસ કરીને ગામડાઓમાં ડ્રેનેજ, પીવાનું પાણી, રોડ રસ્તા અને આરોગ્યની સુવિધાઓ વધે તે બાબતે યુદ્ધનાં ધોરણે કામગીરી કરી રહી છે. આજે ગુજરાતની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે અને ગુજરાતના ગામડાઓ દેશભરમાં વિકાસના ઉદાહરણરૂપ બન્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust