લીલાગર ડુંગરના વિકાસ માટે નક્કર આયોજન હાથ ધરાશે

લીલાગર ડુંગરના વિકાસ માટે નક્કર આયોજન હાથ ધરાશે
ચોબારી, તા. 14 : વાગડના ઐતિહાસિક લીલાગર ડુંગરની તળેટીમાં આવેલા લીલાગર મહાદેવના મંદિર ખાતે રાપર ભાજપ દ્વારા રૂદ્રાભિષેકનો  વિશેષ કાર્યક્રમ યોજવામાંઆવ્યો હતો. આ વેળાએ ઐતિહાસિક મહાદેવ મંદિર ખાતે શાનથી ત્રિરંગો લહેરાયો હતો.આઝાદીના ઈતિહાસ સાથે સંકળાયેલા આ સ્થળે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથબાપુના અધ્યક્ષસ્થાને આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ લીલાગર મહાદેવનું પુજન અર્ચન કરી અભિષેક કર્યો હતો. રાપરના પુર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ ગિરનારના વિકાસ માટે આવનારા સમયમાં ઠોસ આયોજન ઘડી કાઢી વાગડના વિકાસ માટે પ્રયાસ હાથ ધરવાની નેમ વ્યકત કરી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust