છેવાડાનું ખારીવાવ ગામ પાકા રસ્તાની સુવિધાથી વંચિત

છેવાડાનું ખારીવાવ ગામ પાકા રસ્તાની સુવિધાથી વંચિત
સુમરાપોર, તા. 14 : સરહદી પાશી વિસ્તારના છેવાડાનાં ગામ ખારીવાવના લોકો અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અંધૌ ગામથી ચારેક કિ.મીટર તેમજ મોટી દદ્ધરથી પાંચેક કિ.મીટરના અંતરે આવેલું આ ગામ હજી પાકા રસ્તાથી વંચિત રહ્યું છે તેવામાં કાચા માટી-મેટલ પાથરેલો રોડ પણ ચોમાસામાં તૂટી જતાં આ ગામોને સંપર્કવિહોણા થવાનો વારો આવ્યો છે. આ ગામનો ઉપરવાસ ડુંગરાળ પ્રદેશ હોવાથી નદી-નાળાંઓ, પાણીના વહેણ ભરપૂર માત્રામાં આવતા હોવાથી આ ઉપયોગી કાચો માર્ગ અતિ ખખડધજ બની ગયો છે. બિસમાર માર્ગના લીધે ગ્રામજનોને એસ.ટી. સેવાથી વંચિત રહેવું પડે છે તેમજ અન્ય ઇમર્જન્સી સેવાઓની સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. બીમાર લોકોને ખભા પર ઊંચકીને ચારેક કિ.મી.નું અંતર કાપી અંધૌ સુધી આવવું પડે છે તેવું કાસમ નોડેએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર સમક્ષ વખતોવખત અનેકવિધ રજૂઆતો કરવામાં આવી છે પણ તંત્ર છેવાડાના ખારીવાવની ન્યાયિક માગણી પ્રત્યે ધ્યાન આપે એવી લાગણી દેખાડવામાં આવી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust