વીરાંગનાઓના સથવારે બનેલું `જાન હૈ તિરંગા'' ગીત રાષ્ટ્રને સમર્પિત

વીરાંગનાઓના સથવારે બનેલું `જાન હૈ તિરંગા'' ગીત રાષ્ટ્રને સમર્પિત
ભુજ, તા. 14 : દેશની આઝાદીને  75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશ અને વિદેશોમાં વસતા ભારતીયોમાં મહાઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દરેક ભારતીયોનાં સ્વાભિમાનના પ્રતીક રાષ્ટ્રધ્વજ, ને કલા સાથે જોડાયેલા કલાકારો પણ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે, ત્યારે માધાપરની વીરાંગનાઓની દેશભક્તિને ફરી એકવાર માધાપર ગામના યુ.કે ફેમ તરીકે જાણીતા  સિંગર  વિનોદ ગોરસિયાએ કચ્છના કલાકારોને લઈને `જાન હે તિરંગા' નામનું દેશભક્તિ ગીત બનાવ્યું છે.આ ગીતને આજે સાંસદ અને  મહામંત્રી  વિનોદભાઈ ચાવડાના  હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરી રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચાવડાએ જણાવ્યું  કે, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા મહોત્સવ સમગ્ર ભારત દેશ ઊજવી રહ્યું છે ત્યારે આ મિશનમાં રાષ્ટ્રીયભાવના સાથે દરેક ક્ષેત્રના કલાકારો  પોતાની રીતે દરેક પ્રકારે યોગદાન આપી રહ્યા છે ત્યારે કચ્છના આ કલાકારે સરસ દેશભક્તિનું ગીત રાષ્ટ્રને સમર્પિત કર્યું છે એ સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust